શ્રીકૃષ્ણભગવાન નો જન્મ કયા શહેરમાં થયો હતો?
મથુરા
જ્યારે બાળ કૃષ્ણે માટી ખાધી ત્યારે માતા યશોદાએ તેમના મોંમાં શું જોયું હતું?
આખું બ્રહ્માંડ (વિશ્વરૂપ)
કંસ દ્વારા મોકલેલી કઈ રાક્ષસીએ બાળ કૃષ્ણને ઝેરી દૂધ પીવડાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો?
પૂતના
યમુના નદીમાં રહેતા કયા વિષધર નાગને નાથીને કૃષ્ણે તેના ફેણ પર નૃત્ય કર્યું હતું?
કાલિયા નાગ
શ્રીકૃષ્ણભગવાન ના જન્મદાતા (માતા-પિતા) કોણ હતા?
દેવકી અને વસુદેવ
ગોકુળવાસીઓએ પૂજા બંધ કરી દેતા કયા દેવે કોપાઈમાન થઈને ભારે વરસાદ વરસાવ્યો હતો?
ઇન્દ્રદેવ
ભગવાન કૃષ્ણ અને બલરામે કયા ઋષિના આશ્રમમાં શિક્ષણ મેળવ્યું હતું?
સાંદીપનિ ઋષિ
જરાસંઘ સામે વારંવાર યુદ્ધ ટાળીને મથુરા છોડી જવાને કારણે કૃષ્ણનું કયું નામ પડ્યું હતું?
રણછોડ
પાંડવોના રાજસૂય યજ્ઞમાં ૧૦૦ ભૂલો માફ કર્યા પછી કૃષ્ણે કયા રાજાનો વધ કર્યો હતો?
શિશુપાલ
મહાભારત યુદ્ધમાં કૃષ્ણની સેના કયા નામે ઓળખાતી હતી, જે દુર્યોધને માગી લીધી હતી?
નારાયણી સેના
મહાભારતના યુદ્ધમાં કૃષ્ણે અર્જુન માટે કઈ ભૂમિકા ભજવી હતી?
સારથિ (રથ હાંકનાર)
કયા રાજાએ પોતાને 'અસલી વાસુદેવ' ઘોષિત કરીને કૃષ્ણ જેવા જ ચક્ર, ગદા અને પીળા વસ્ત્રો ધારણ કરી કૃષ્ણને યુદ્ધનું આહ્વાન આપ્યું હતું?
પૌંડ્રક વાસુદેવ
જરાસંઘે કૃષ્ણ પર ૧૭ વખત આક્રમણ કર્યું હતું. ૧૮મી વખત આક્રમણ કરતી વખતે જરાસંઘ સાથે કયો વિદેશી રાજા જોડાયો હતો, જેને કૃષ્ણે મુચુકુંદ રાજાની દ્રષ્ટિથી ભસ્મ કરાવ્યો?
કાલયવન
ભગવદ્ ગીતાનો પવિત્ર ઉપદેશ કયા યુદ્ધભૂમિ પર આપવામાં આવ્યો હતો?
કુરુક્ષેત્ર
પાંડવોના રાજસૂય યજ્ઞમાં અગ્રપૂજા (પ્રથમ પૂજા) માટે શ્રી કૃષ્ણના નામની ભલામણ કોણે કરી હતી?
ભીષ્મ પિતામહ
ગીતાના ૧૦મા અધ્યાય (વિભૂતિ યોગ) માં શ્રી કૃષ્ણે વૃક્ષોમાં પોતાને કયું વૃક્ષ કહ્યું છે?
પીપળો (અશ્વત્થ)
મુચુકુંદ રાજા બીજા જન્મમાં ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી કયા નામે જન્મ્યા હતા?
નરસિંહ મહેતા
સાંદીપનિ ઋષિએ ગુરુદક્ષિણામાં પોતાના મૃત પુત્રને પાછો માગ્યો હતો. તેને બચાવવા માટે કૃષ્ણ સમુદ્રમાં રહેતા કયા અસુરનો વધ કરીને શંખ લાવ્યા હતા?
પંચજન (શંખાસુર)
સ્યમંતક મણિની ચોરીનું ખોટું કળંક કૃષ્ણ પર લાગ્યું હતું. આ મણિ મેળવવા માટે કૃષ્ણે કોની સાથે યુદ્ધ કર્યું હતું?
રીંછરાજ જામ્બવંત
મહાભારત યુદ્ધના અંત પછી કૃષ્ણ અને તેમના વંશનો નાશ થશે એવો શ્રાપ કોણે શ્રીકૃષ્ણને આપ્યો હતો?
ગાંધારી
કયો અસુર ચક્રવાત (વંટોળ)નું રૂપ ધારણ કરીને બાળ કૃષ્ણને ઉડાવી ગયો હતો?
તૃણાવર્ત
શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના પુત્રનું નામ પ્રદ્યુમ્ન હતું. પ્રદ્યુમ્ન કોનો પુનરવતાર માનવામાં આવે છે?
કામદેવ
શ્રી કૃષ્ણની અષ્ટભાર્યા (૮ મુખ્ય પટરાણીઓ) માંથી કઈ રાણી સૂર્યદેવની પુત્રી અને યમુના નદીનું જ સ્વરૂપ માનવામાં આવે છે?
કાલિન્દી
શ્રી કૃષ્ણે પોતાનો દેહત્યાગ કયા સ્થળે કર્યો હતો, જ્યાં જરા નામના પારધીનું તીર તેમના ચરણમાં વાગ્યું હતું?
પ્રભાસ તીર્થ (ભાલકા તીર્થ, સોમનાથ નજીક)
ઋષિઓના શ્રાપને કારણે યાદવવંશના વિનાશનું કારણ બનેલું 'લોખંડનું મસળ' (મુસળ) કોના પેટમાંથી ઉત્પન્ન થયું હતું?
સાંબ (કૃષ્ણ અને જાંબવતીના પુત્ર)